નવી દિલ્હી, તા.૮
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન દિલીપ વેંગસરકરે સંકેત આપ્યો છે કે વર્ષ-ર૦૦૮માં જ્યારે તે બીસીસીઆઈમાં નેશનલ પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર હતા ત્યારે વિરાટ કોહલી સંબંધિત એક મુદ્દા પર તેમનું કાર્યાલય નાનંુ કરી દેવાયું હતું. વેંગસરકરે તે સમયે વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયામાં તક આપવા માંગતા હતા. ટીમ ઈન્ડિયામાં કોહલીને તામિલનાડુના બદ્રીનાથના સ્થાને રમાડવાની વાત ચાલી રહી હતી. આનાથી બીસીસીઆઈના તત્કાલીન કોષાધ્યક્ષ શ્રીનિવાસન નારાજ થઈ ગયા અને થોડા દિવસમાં જ વેંગસરકરના મુખ્ય પસંદગીકાર પદેથી વિદાય થઈ ગઈ. વેંગસરકરનું કહેવું છે. શ્રીલંકા વિરૂદ્ધ વન-ડે અને ટેસ્ટ સિરીઝ માટે થયેલ પસંદગી સમિતિની બેઠકમાં તે કોહલીને વન-ડેમાં તક આપવા માંગતા હતા પણ તત્કાલિન કપ્તાન ધોની અને કોચ ગેરી કર્સ્ટન સંતુષ્ટ ન હતા તેમણે કહ્યું કે અન્ય ચાર પસંદગીકાર પણ મારા નિર્ણયથી સહમત હતા.
વેંગસરકરે કહ્યું કે મને ખબર હતી કે તેઓ બદ્રીનાથને ટીમમાં રાખવા માંગે છે કારણ કે તે ચેન્નાઈ સુપરકિંગ્સનો ખેલાડી હતો. શ્રીનિવાસન નારાજ હતા કે તેમની ટીમના ખેલાડી બદ્રીનાથને બહાર કરવાની વાત થઈ રહી હતી.