(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
છેલ્લા ૩ વર્ષમાં ભારતમાં કોમી રમખાણોમાં ૩૦૦ લોકોએ જાન ગુમાવ્યા છે. જેમાં ૧૧૧ લોકો ર૦૧૭માં માર્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે રાજ્ય સભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ર૦૧૭ના વર્ષમાં દેશમાં ૮રર કોમી તોફાનોના બનાવો નોંધાયા હતા. જેમાં ૧૧૧ લોકોનાં મોત થયા અને ર૩૮૪ લોકો ઘાયલ થયા હતા. યુપીમાં ૧૯પ બનાવોમાં ૪૪ લોકોએ જાન ગુમાવ્યા. રાજસ્થાનમાં ૯૧ બનાવોમાં ૧ર મોત થયા હતા ર૦૧૬માં ૭૦૩ બનાવોમાં ૮૬ લોકો માર્યા ગયા હતા અને ર૩ર૧ને ઈજાઓ થઈ હતી. જ્યારે યુપીમાં ૧૬ર બનાવોમાં લોકોનાં મોત થયા હતા.
ર૦૧૬માં કર્ણાટકમાં ૧૦૧ કોમી બનાવોમાં ૧ર લોકોનાં મોત થયા હતા. ર૦૧પમાં ૭પ૧ કોમી તોફાનોમાં ૯૭ લોકોના જાન ગયા હતા અને રર૬૪ ઘાયલ થયા હતા. યુપીમાં સૌથી વધુ રર લોકોનાં મોત થયા હતા. ત્યારબાદ બિહારમાં ર૦ અને મહારાષ્ટ્રમાં ૧૪ લોકોનાં મોત થયા હતા.