નવી દિલ્હી, તા.૧
ભારતીય કપ્તાન કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એડીલેડમાં ર૦૧૪માં પ્રવાસ દરમ્યાન રમેલી ૧૪૧ રનની ઈનિંગને પોતાની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સદી ગણાવતા કહ્યું કે તેની કપ્ટનશીપમાં તે મેચ દરમ્યાન ટીમને મળેલા આત્મવિશ્વાસે તેમને વિશ્વની ટોચની ટીમ બનવાનો હાલનો દરજ્જો પ્રાપ્ત કરવાનો પાયો નાખ્યો. ભારતીય ટીમ આ દરમ્યાન ચોથી ઈનિંગમાં ૩૬૪ રનના લક્ષ્યાંકનો પીછો કરી શકી ન હતી અને ૩૧પ રને ઓલઆઉટ થઈ. પ્રથમ ટેસ્ટ ૪૮ રને ગુમાવી દીધી હતી. કોહલીએ પોપ્યુલર ચોઈસ સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ મળ્યા બાદ કહ્યું કે હંુ હંમેશા તે મેચને યાદ રાખીશ.
ર૦૧૪માં એડીલેડની સદી મારા માટે વિશેષ : કોહલી

Recent Comments