(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
દિલ્હી હાઈકોર્ટે સોમવારે આમ આદમી પાર્ટીની અરજી ડિવિઝન બેંચ સમક્ષ મોકલાવી હતી. ‘આપ’ના ર૦ ધારાસભ્યોને ‘લાભના હોદ્દા’ ધરાવવા માટે રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચની ભલામણથી ગેરલાયક ઠરાવી એમનું સભ્ય પદ રદ કર્યું હતું. પંચની ભલામણ સાથે ‘આપ’એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સિંગલ જજે અરજી ડિવિઝન બેંચ સમક્ષ મોકલાવી છે. એ સાથે સિંગલ જજે ચૂંટણી પંચને પેટા ચૂંટણી જાહેર નહીં કરવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો એ આદેશને લંબાવ્યો હતો. ર૧મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ ર૦ ધારાસભ્યોની બરતરફીને મંજૂરી આપી હતી. જે ધારાસભ્યોને કેજરીવાલની સરકારે સંસદીય સચિવ તરીકે નિમણૂકો આપી હતી. પંચે ઠરાવ્યું હતું કે આ હોદ્દાઓ લાભના હોદ્દાઓ છે જે ધારાસભ્યો ધરાવી શકે નહીં.