અમદાવાદ, તા.ર૬
ઉત્તર રેલવે દ્વારા ર૬ જુલાઈની ટ્રેન નં.૧૪૩૧૧ બરેલી-ભૂજ એક્સપ્રેસ ૧૦ કલાકથી વધુ મોડી થવાથી રદ કરવામાં આવી છે. જેથી તા.ર૭ જુલાઈની ૧૪૩રર ભૂજ-બરેલી એક્સપ્રેસ ભૂજથી રેક ઉપલબ્ધ ન હોવાને કારણે રદ રહેશે. પ્રવાસીઓને થયેલ અસુવિધા માટે અમે દિલગીર છીએ તેમ પશ્ચિમ રેલવેની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.