(એજન્સી) તા.રર
લંડનના મેયર સાદિક ખાને ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિને ઠેકડી ઉડાડતાં અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા અપાતા ઇસ્લામ ધર્મ વિરોધી પ્રવચનો જે સંપૂર્ણ પ્રામાણિક કે નિષ્ઠાવાળા પણ નથી તેની સરખામણી ISILદ્વારા આપવામાં આવતાં પ્રવચનો સાથે કરી છે. તેમણે કહ્યું કે ISના આતંકીઓ પશ્ચિમી શહેરોમાં આતંકી હુમલાઓને પ્રોત્સાહન આપવા માટે પણ આવી જ શબ્દાવલીનો પ્રયોગ કરતા હતા અને ઇસ્લામ ધર્મવિરોધી પ્રવચનો આપતા હતા. એક ઇન્ટરવ્યૂમાં સાદિકખાને કહ્યું કે ISના આતંકીઓ ઇસ્લામોફોબિક હુમલામાં વધારો કરવા માગતા હતા, તેઓ મુસ્લિમોના ગર્વ તથા પશ્ચિમી હોવાના ગર્વ વિરુદ્ધ તીવ્ર નકારાત્મક પ્રતિક્રિયા આપતા હતા. સાદિકખાને કહ્યું કે જેવી ભાષા અને શબ્દાવલીનો પ્રયોગ અમેરિકી રાષ્ટ્રપતિ કરે છે તેવી જ ISILના આતંકીઓ પણ કરતા હતા. જોકે તેમણે આ ટિપ્પણી જાયદા ફ્રેન્સન નામની મહિલા દ્વારા ઇસ્લામોફોબિક પોસ્ટ કરવામાં આવી હતી અને તેને ટ્રમ્પ દ્વારા રિટિ્‌વટ કરવામાં આવતા તેને પગલે કરી હતી. જાયદા ફ્રેન્સન બ્રિટન ફર્સ્ટ નામના માનવાધિકાર સંગઠનની ડેપ્યુટી લીડર છે. તેમના પર ઘૃણાસ્પદ પોસ્ટ કરવાનો આરોપ છે. સાદિકખાને કહ્યું કે થોમસ મેર નામની વ્યક્તિ જેણે ર૦૧પમાં જો કોક્સ નામના સાંસદની હત્યા કરી હતી. તેણે બ્રિટન ફર્સ્ટના નારાને પ્રાથમિકતા આપી હતી અને તેણે સાંસદને ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી. તેમણે ક્હ્યું કે હું એટલા માટે જ આ પ્રકારની ટિ્‌વટ, રિટિ્‌વટની આલોચના કરું છું કેમ કે તેનાથી જ ફક્ત ભાગલાવાદી વિચારધારા અને નફરતને પ્રોત્સાહન મળે છે અને આપણે આવી નીતિ કે પ્રચારની ટીકા કરવી જ જોઇએ. તેમણે કહ્યું કે તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિએ બ્રિટનની યાત્રા પડતી મૂકી દીધી હતી. જોકે તેનું કારણ તે પોતે જ છે કેમ કે બ્રિટનના નાગરિકો તેમનાથી નારાજ છે. તે જાણે છે કે અમે તેમનાથી સંમત નથી અને આ જ કારણે તેમની યાત્રાને પડતી મૂકવામાં આવે છે. અમારા તરફથી તેમને સારો પ્રતિસાદ અપાયો જ નથી. નોંધનીય છે કે સાદિકખાન લંડનના પ્રથમ મુસ્લિમ મેયર છે અને ટ્રમ્પ તથા તેમની વચ્ચે અવારનવાર વાકયુદ્ધ છંછેડાતું રહે છે. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ મુસ્લિમ વિરોધી પગલાં ભરવા માટે હવે તો પ્રસિદ્ધ થઇ ગયા છે.