(એજન્સી) તા.૩
હરીત ઉર્જા ગેલેરીના નામે નવી ગેલેરી માટે અદાણી ગ્રુપની સબસિડીયરી તરફથી સ્પોન્સરશીપ સ્વીકારવાના લંડન ઇન્સ્ટીટ્યૂશનના નિર્ણયના મામલે સાયન્સ મ્યુઝિયમ ગ્રૂપના ટ્રસ્ટીઓના બે સભ્યોએ રાજીનામા આપ્યાં છે. કર્મશીલોએ આ નિર્ણયનો એવું કહીને વિરોધ કર્યો છે કે મ્યુઝિયમે જીવાશ્મી ઇંધણ કંપનીઓ સાથે ટાઇઅપ કરવું જોઇએ નહીં. કમસે કમ બે ટ્રસ્ટીઓ આવો મત ધારવે છે એવું બહાર આવ્યું છે ઇન્ડિયન જીવાશ્મી ઈંધણ એનર્જી જાયન્ટ કંપની સાથે ભાગીદારી કરવાના મ્યુઝિયમના નિર્ણય સાથે અસંમત થઈને જો પોસ્ટર અને હન્નાહ ફાયે રાજીનામા આપ્યાં છે. ૧૯,ઓક્ટો.ના રોજ સાયન્સ મ્યૂઝિયમે એવું જાહેર કર્યું હતું કે આ નવી ગેલેરી એનર્જી રેવોલ્યુશન : ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી તરીકે ઓળખાશે. ટાઇટલ સ્પોન્સર અદાણી ગ્રીન એનર્જીએ અદાણી ગ્રુપની સબસિડીયરી છે કે જે કોલસાના ખનન અને થર્મલ પાવર પ્લાન્ટ ચલાવવામાં સંડોવાયેલ છે. ગ્રુપના બોર્ડ ઓફ ટ્રસ્ટીના ચેરપર્સન ડેમ મેરી આર્ચરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ફોસ્ટર અને ફાયના રાજીનામાં અનિચ્છાએ સ્વીકાર્યા છે. તેમણે જણાવ્યું હતું કે રાજીનામુ આપવાના વૈજ્ઞાનિકોના નિર્ણયનો બોર્ડ સંપૂર્ણ આદર કરે છે જે અદાણી ગ્રીન એનર્જી તરફથી સ્પોન્સરશીપ સ્વીકારવા બદલ બોર્ડની તાજેતરની ચર્ચાઓ દરમિયાન તેમણે વ્યક્ત કરેલ મંતવ્યને પ્રદર્શિત કરે છે. ઇન્ડિયા ટુડેના જણાવ્યાં અનુસાર ફ્રાય એ યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે સેન્ટર ફોર એડવાન્સ્ડ સ્પેશિયલ એનાલિસીસ ખાતે મેથેમેટીક્સના એસોસિએટ પ્રોફેસર છે. તેમણે જણાવ્યું હતું કે હું અદાણી સાથેના તાજેતરના કરારને સમર્થન આપતી નથી અને મારૂં માનવું છે કે મ્યુઝિયમને જીવાશ્મી ઇંધણ સ્પોન્સરશીપ પર તેમના વલણનો વિરોધ કરતી યોગ્ય ચિંતા સાથે સક્રિય થવાની જરૂર છે કે જેથી તે આબોહવા સંકટ પર રાષ્ટ્રીય ચર્ચામાં નેતા તરીકે મહત્ત્વનું સ્થાન જાળવી રાખે. જ્યારે ફોસ્ટર યુકે સ્થિત ચેરિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન સ્કૂલના ડાયરેક્ટર છે જે શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનના સંશોધનને સમર્થન આપે છે. બોર્ડના ચેરમેન આર્ચરેે વાત સ્વીકારી હતી કે મોટી ઉર્જા કંપનીઓની ઓછા કાર્બન એનર્જી સ્રોતમાં બદલાવ ઝડપથી કરવા માટે વધુ નેતૃત્વ બતાવવાની જવાબદારી છે. સાથે સાથે તેણે સાયન્સ મ્યુઝિયમની સ્પોન્સરશીપ ડીલનો બચાવ કર્યો હતો.
લંડનની સાયન્સ મ્યુઝિયમ ગેલેરી માટે અદાણીની સ્પોન્સરશીપનો વિરોધ : બે ટ્રસ્ટીઓના રાજીનામા

Recent Comments