(એજન્સી) લંડન, તા.૨૨
અમીરાતની ત્રણ બહેનો જેઓ ૨૦૧૪ના વર્ષમાં લંડનમાં આવેલ કમ્બર લેન્ડ હોટેલમાં એક લુંટના હુમલા દરમિયાન ગંભીર રીતે ઘવાઈ હતી. તેઓ વળતર માટે કરાયેલ દાવો હારી ગઈ હતી. જોકે એમણે હોટેલની અંદર સુરક્ષા વ્યવસ્થામાં ૩૦ ક્ષતિઓ જણાવી હતી અને રજૂઆત કરી હતી કે જો ક્ષતિઓ ન હોત તો હુમલો ના થઇ શક્યો હોત. અબુધાબીની નિવાસી ખુલૂદ અને ઓહોઉંદ અલ નાઝર ઉપર લંડનની કમ્બર લેન્ડ હોટેલમાં ૨૦૧૪ના એપ્રિલ મહિનામાં ફિલિપ સ્પેન્સ દ્વારા હુમલો કરાયો હતો. સ્પેન્સને ત્રણ ગુનાઓ માટે દોષિત ઠરાવી જન્મટીપની સજા ફટકારાઇ હતી. આ હુમલામાં ત્રણેય બહેનોને હથોડીથી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી એના લીધે ઓહોઉંદને મગજમાં જીવન ખોરવાઈ જાય એ સ્તરે ઈજાઓ થઇ હતી. એમની બહેન ખુલૂદે જણાવ્યું કે એ જીવિત છે પણ એ ફક્ત શ્વાસ લઇ રહી છે. એમણે પોતાની આંખ ગુમાવી છે, એ કંઈ કહી શકતી નથી. આ બહેનોએ હોટેલ ઉપર દાવો કર્યો હતો. સ્પેન્સ અડધી રાત્રે ૧-૩૦ વાગે હોટેલની લોબીમાં આવ્યો હતો જેની સામે જ પ્રશ્ન કરાયો હતો. સુનાવણી દરમિયાન પુરાવાઓ રજૂ કરી સુરક્ષાની ક્ષતિઓ જણાવાઈ હતી પણ બ્રિટિશ જજે કેસ રદ્દ કર્યો. જોકે અપીલ દાખલ કરવા પરવાનગી આપી હતી. અપીલકીય કોર્ટેના જજે અપીલ રદ્દ કરતા જણાવ્યું કે નીચલી કોર્ટના જજના ચુકાદામાં એમણે સુરક્ષામાં ક્ષતિઓ જણાવાઈ નથી. હું એમના ચુકાદા સાથે સંમત છું. છોકરીઓની માતાએ કહ્યું કે મારી દીકરીઓ નરક જેવું જીવન જીવી રહી છે. આરોપી સ્પેન્સે ઓચિન્તેજ અમને મૃત્યુદંડની સજા આપી છે. એમણે મારી દીકરીઓને ફક્ત ઈજાઓ જ નથી પહોંચાડી પર એમનું સંપૂર્ણ જીવન બગાડી નાંખ્યું છે. અમને એવું લાગે છે કે અમને જીવતા દાટી દેવાયા છે. આ ઘર અમને કોફીન જેવું લાગે છે.