(એજન્સી) લંડન, તા.ર૯
ભારતે પ્રજાસત્તા દિવસના અવસરે ભારતીય ઉચ્ચાયોગની સામે ખાલિસ્તાન સમર્થકો દ્વારા ધ્વજ સળગાવવાના કેસ પર સોમવારે બ્રિટિશ સરકારે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યાં બ્રિટિશ વિદેશ મંત્રાલયે એક વર્ષની અંદર બીજી આવી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
ભારતીય મિશને બ્રિટિશ વિદેશ મંત્રાલયને પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો છે. નોટમાં જણાવવામાં આવ્યું છે કે આ મુદ્દાને ભવિષ્યમાં જુદા જુદા સ્તર પર ઉઠાવવામાં આવશે. ભારત સરકારે આ પ્રકારની ઘટનાનો અંદાજ લગાવતા બ્રિટિશ સરકારને પહેલાં જ ચેતવી હતી વિદેશ તેમજ રાષ્ટ્રમંડળ કાર્યાલય (એફસીઓ)એ જણાવ્યું કે અલગતાવાદી સંગઠનો દ્વારા આ પ્રકારનું પગલું ભરવાથી તેઓ નિરાશ છે.
ત્યાં સ્કોટલેન્ડ ગાર્ડ પોલીસે જણાવ્યું છે કે તેઓ શનિવારે થયેલી આ ઘટના માટે જવાબદાર પરિસ્થિતિઓની તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. એફસીઓ પ્રવક્તાએ જણાવ્યું કે અમે આ વાત અંગે નિરાશ છીએ કે કોઈએ ભારતીય ધ્વજ સળગાવવાનો પ્રયાસ કર્યો. તેમણે આ ઘટના પછી કોઈપણ વર્ગને થયેલા દુઃખ બદલ માફી માંગી હતી.
પ્રવક્તાએ જણાવ્યું કે અમે ભારતને પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન આપીએ છીએ અને અમારા સંબોધને વધુ ગાઢ કરવાની આશા રાખીએ છીએ. કારણ કે અમે યુરોપિય સંઘની બહાર નીકળવાના છીએ અને વિશ્વના મુખ્ય દેશોની સાથે નવી ભાગીદારી કરવાના છે.
મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે કોઈ ધરપકડ થઈ નથી. કોઈ પ્રકારના અપરાધિક કાર્ય કરવાનો કોઈ રિપોર્ટ નોંધવામાં આવ્યો નથી. અમને સોશિયલ મીડિયા પર આવેલા એક વીડિયોની જાણ છે જે ર૬ જાન્યુઆરીએ ઈન્ડિયા હાઉસની બહાર થયેલું પ્રદર્શન દર્શાવે છે. અમે તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે રાષ્ટ્રધ્વજ સળગાવનારને માફ નહીં કરીએ. બ્રિટનમાં શનિવારે ભારતીય રાષ્ટ્રીય ધ્વજને સળગાવવાનું કૃત્ય એક વર્ષની અંદર બીજી વખત કરવામાં આવ્યું છે. આ પહેલાં એપ્રિલ ર૦૧૮માં પાર્લામેન્ટ ર્સ્ક્વાયર પર વડાપ્રધાન મોદીના એક કાર્યક્રમ પહેલા ખાલિસ્તાન સમર્થકોએ તિરંગાનું અપમાન કર્યું હતું.