(એજન્સી) લંડન, તા.ર૭
વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી ઘાતક, ચેપી ક્ષય રોગની (ટીબી) વિરૂદ્ધ એક અસરકારક રસીને વિકસાવવાની દિશામાં એક શોધ કરી છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે ટીબીના કારણે દર વર્ષે સમગ્ર વિશ્વમાં અંદાજે ૧૭ લાખ લોકોના મોત નિપજે છે. અન્ય ચેપી રોગોની તુલનામાં ટીબીને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધુ છે. તેમણે કહ્યું કે આ બીમારી પર એન્ટીબાયોટિક્સની અસર સમાપ્ત થઈ રહી છે. પરંતુ વૈશ્વિક સ્તરે ર૦ વર્ષોના સતત પ્રયત્નો બાદ પણ કોઈ અસરકારક રસી વિકસિત થઈ શકી નહીં. તાજેતરના પ્રયાસોમાં ચેપ સામે લડવા માટે જરૂરી પરંપરાગત માનવીય ટી કોષોના માઈક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ (એમટીબીમાં) જોવા મળતાં પ્રોટીનના અંશો પરની પ્રતિક્રિયા પર ધ્યાન આપવામાં આવ્યું છે. ટી કોષો શ્વેત રક્ત કોષો છે અને એમટીબી તે જીવાણું છે જેના કારણે ટીબી થાય છે. ઈંગ્લેન્ડમાં સાઉથૈમ્પટન અને બાંગોર યુનિવર્સિટીઓના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે વિશેષ પ્રકારના લિપિડ અન્ય બિનપરંપરાગત પ્રકારોના ટી કોષોની પ્રતિરક્ષા પ્રતિક્રિયાને સક્રિય બનાવે છે. એક અભ્યાસ અનુસાર ટીમે દર્શાવ્યું કે લિપિડ સમૂહ વિરોધી પ્રતિક્રિયા માટે મુખ્યસ્ત્રોત સાબિત થઈ શકે છે તે એમટીબી કોષના મુખ્ય ઘટકો છે. સાઉથૈમ્પટન યુનિવર્સિટીના સલાહ મંસોરે જણાવ્યું કે આ ટીબીના દર્દીઓ માટે ચિકિત્સકીય પ્રભાવોને સંબંધિત ઉત્સાહિત કરવાની શોધ છે. તેનાથી રસીને વિકસિત કરવાની ઝુંબેશમાં પણ મદદ મળી શકે છે.