(એજન્સી) લંડન, તા.૧૯
મુસ્લિમો પર હુમલો કરવા ઉશ્કેરણી કરતાં પોસ્ટરના જવાબમાં મુસ્લિમોને પ્રેમ કરવા પ્રોત્સાહિત કરતાં ‘લવ-અ-મુસ્લિમ-ડે’ નામથી પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ગત સપ્તાહમાં સમગ્ર યુકેના લગભગ પાંચ શહેરોમાં કેટલાય પાનાઓ પર અજાણ્યા પત્ર દ્વારા મુસ્લિમોને સજા આપવા સંબંધિત સંદેશાઓ પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ પત્રમાં મુસ્લિમો પર મૌખિક અને શારીરિક રૂપે હુમલા કરવા લોકોને કહેવામાં આવી રહ્યું છે અને ગુનાની ગંભીરતાના આધારે ગુણ આપવાની વાત કરવામાં આવી છે જેમ કે મુસ્લિમ મહિલાનું સ્કાર્ફ ખેંચવાના રપ ગુણ, એક મુસ્લિમ વ્યક્તિની હત્યાના પ૦૦ ગુણ અને મક્કા શરીફ પર પરમાણુ હુમલા માટે રપ૦૦ ગુણ રાખવામાં આવ્યા છે. આતંકવાદ વિરોધી એકમના અધિકારીઓ વિભિન્ન શહેરોમાં કેટલાક લોકો પાસેથી પ્રાપ્ત ઘૃણાસ્પદ પત્ર કે જેમાં મુસ્લિમો પર હુમલાની વાત કરવામાં આવી છે તેની તપાસ કરી રહ્યા છે. આ ઘૃણાસ્પદ પત્રની પોસ્ટમાં જવાબમાં હવે મુસ્લિમ સમુદાય દ્વારા ૩ એપ્રિલના રોજ ‘લવ-અ-મુસ્લિમ-ડે’ તરીકે ઉજવવા આહ્‌વાન કર્યું છે. માર્ટિન લ્યૂથરનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે અંધેરા અંધેરે સે બહાર નહીં નીકલ સકતા, કેવલ પ્રકાશ એસા કરતા હૈ.