માંગરોળ, તા.રપ
માંગરોળ તાલુકાના મહુવેજ ગામની સીમમાંથી મહુવેજ-નદાવ ગામેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ પસાર થાય છે આ સ્થળ ઉપર આજે વહેલી સવારે પાંચ વાગ્યે, અમદાવાદથી મુંબઈ તરફ જતી મારૂતિ શ્યામ સ્લીપર કોચ લક્ઝરી બસ નંબર જીજે – ૧૪ – વી- ૫૫૫૦ના ચાલક વિજય હરજી બાલધા ઉપરોક્ત સ્થળેથી બસ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે નદાવ તરફથી એક આઇસર ટેમ્પો નં જી.જે.-૦૫-વાય.વાય.-૭૧૧૭નો ચાલક ગાફ્લતભરી રીતે ટેમ્પો ઉપરોક્ત રોડ ઉપરથી ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન આ ટેમ્પો લકઝરી બસના આગળના ભાગે અથડાયો હતો. જો કે, આ અકસ્માતમાં કોઈને ઇજા થવા પામી ન હતી અને ટેમ્પો રોંગ સાઈડ ઉતરી પડ્યો હતો. ટેમ્પાનો ચાલક ફરાર થઈ ગયો હતો. ટેમ્પોને તપાસતા એમાંથી ૨૧ સફેદ-કાળા ગાય-વાછરડા મળી આવ્યા હતા. જેની અંદાજીત કિંમત ૪૯,૦૦૦ રૂપિયા થાય છે. આ બનાવ સંદર્ભે બસ ડ્રાઈવરે કોસંબા પોલીસ મથકે દાખલ કરી છે.