વઢવાણ, તા.૧૧
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામ પાસે બાઈક ચાલકને લક્ઝરીના ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર બંને ભાઈઓના મોત નિપજ્યાં હતાં. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામ પાસે લક્ઝરી ના ચાલકે પસાર થઈ રહેલા બાઈકના ચાલકને અડફેટે લઈ અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ ઘટના સ્થળ ઉપર બાઈક ચાલક અને તેની સાથે રહેલા બંનેના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા છે ત્યારે જાણવા મળેલી વિગતો અનુસાર મૂળી તાલુકાના ગઢાદ ગામ ની પાસે ટ્રાવેલ્સની બસના ચાલકે બાઈકના ચાલકને અડફેટે લેતા મહેશ રામજી ભાઇ મકવાણા તેમજ પ્રવીણ રામજી ભાઈ મકવાણાના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજયા છે ત્યારે મૂળી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.