(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.રર
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની યશકલગીમાં વધુ એક પિચ્છનો ઉમેરો થયો છે. તાજેતરમાં ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટી (જીટીયુ) દ્વારા આયોજિત પદવીદાન સમારંભમાં કોલેજની છાત્રોએ ગોલ્ડમેડલ મેળવી કોલેજ તથા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ નિપુણ પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી રહ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓ તેમજ અભ્યાસમાં પોતાની નિપુણતા સાબિત કરી કોલેજનું ગૌરવ વધારી રહ્યા છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ કોલેજની છાત્રા હુમા મિયાજીએ સબ્જેકટ ટોપર તરીકે ગોલ્ડમેડલ મેળવ્યો છે. બંને છાત્રાઓએ ગોલ્ડમેડલ મળવા પાછળનો શ્રેય તેમના માતા-પિતા, કોલેજના મેનેજમેન્ટ તથા સ્ટાફને આપ્યો છે. સંસ્થાના ચેરમેન એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક, કરણ જોલી, કોલેજના આચાર્ય પ્રોફેસર ડૉ. કિશોર ઢોલવાણી તથા સ્ટાફે બંને છાત્રોને શુભેચ્છા પાઠવી તેમની સિધ્ધિને બિરદાવી છે.
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનું ગૌરવ ભરૂચ : હુમા મિયાજીને ગોલ્ડમેડલ

Recent Comments