પીડિત મહિલા મુંબઈની વકીલ છે
(એજન્સી) લખનૌ, તા.ર૦
મુંબઈની રહેવાસી એક મહિલા વકીલે આરોપ મૂક્યો છે કે તેના પ્રેમીએ તેની પર બળાત્કાર ગુજારી એક અઠવાડિયા સુધી ગોંધી રાખી હતી. જ્યાં તેણી બિજનોર ખાતે લગ્નમાં આવી હતી. ર૬ વર્ષની મહિલા વકીલ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરે છે.
તેણીએ બિજનોરના નહાતુર પોલીસમથકે ફરિયાદ દાખલ કરી છે જેમાં જણાવાયું છે કે ર૬ વર્ષના આરોપી મોહમ્મદ ફૈઝલે તેને વિકૃત સેક્સનો ભોગ બનાવી હતી અને બળજબરીપૂર્વક બુરખો પહેરાવી મટન ખાવાની ફરજ પાડી હતી. આરોપી ફૈઝલની સોમવારે પોલીસે ધરપકડ કરી હતી. આરોપી મુંબઈમાં સલૂનમાં હેરકટિંગનું કામ કરે છે.
પોલીસે કહ્યું કે મહિલા વકીલે આરોપી સામે અકુદરતી સેક્સ કરી મટન ખાવાની ફરજ પાડી. મહિલા શાકાહારી હતી ત્યારબાદ બુરખો પહેરાવ્યો.
ફરિયાદી મહિલા વકીલ આરોપી ફૈઝલના ઘરે તેની બહેનના લગ્નમાં આવી હતી. જ્યાં તેણીને રૂમમાં પૂરી દઈ બળાત્કાર કરાયો હતો. આરોપીએ દાવો કર્યો છે કે મહિલા તેની સાથે સંબંધો ધરાવતી હતી અને સ્વેચ્છાએ આવી હતી. મહિલાના મેડિકલ રિપોર્ટની રાહ જોવાય છે. પોલીસે કહ્યું કે મહિલાને બુરખો પહેરાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ નથી.