(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૭
કર્ણાટક હાઈકોર્ટે એક વ્યક્તિની પુત્રી દ્વારા દાખલ કરાયેલ રીટ અરજી મંજૂર એમની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું કે, માતા-પિતા સાથેના સંતાનોના સંબંધોનું સાતત્ત્ય લગ્નના આધારે નિર્ધારિત કરી શકાય નહીં પછી એ પુત્ર હોય અથવા પુત્રી હોય. હાઇકોર્ટે કહ્યું, લગ્ન કરાયેલ પુત્રીને સરકારની સહાનુભૂતિના આધારે અપાતી નોકરીના લાભથી વંચિત રાખી શકાય નહીં. જો વંચિત રાખવામાં આવે છે તો એ ભેદભાવ કરનાર અને ગેરબંધારણીય છે. અરજદાર મહિલાએ પિતાના અવસાન પછી સરકાર દ્વારા સહાનુભૂતિના આધારે અપાતી નોકરી મેળવવા અરજી દાખલ કરી હતી. જેને સરકરે ઇનકાર કરતા કહ્યું કે, જેમ કે મહિલા લગ્ન કરેલ છે. એ માટે એમને નોકરી આપી શકાય નહીં. હાઇકોર્ટે અરજદાર મહિલાની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું કે, લગ્ન પછી પણ જો પુત્ર પણ પુત્ર જ રહે છે એ જ પ્રમાણે પુત્રી પણ પુત્રી જ રહે છે. એમાં કોઈ ભેદભાવ રાખી શકાય નહીં. એમના સંબંધોમાં લગ્નના લીધે કોઈ ફેર પડતો નથી. લગ્નથી પુત્રીના સંબંધો માતા-પિતાથી તૂટી જતા નથી. જો પુત્રને પિતાના અવસાન પછી નોકરી મેળવવાનો અધિકાર છે તો પુત્રીને પણ એટલો જ અધિકાર છે.
આ કેસમાં મરનાર સરકારી નોકર હતો. એમણે એક પુત્ર અને એક પુત્રી હતા. પુત્ર અને એમની માતાએ સરકારની સહાનુભૂતિના આધારે અપાતી નોકરી સ્વીકારી ન હતી એના બદલે પુત્રીએ નોકરી માટે અરજી દાખલ કરી હતી, જે અરજી સરકારે એમણે લગ્ન કર્યા હતા. એ આધારે નકારી કાઢવામાં આવી હતી. જેથી મહિલાએ સરકારના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે ઠરાવ્યું કે, આ ઇનકાર બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૫નો સ્પષ્ટ ભંગ છે અને સરકારે જે નિયમ બનાવ્યો છે. એ નિયમ રદ્દ થવાને પાત્ર છે.