(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગ્રામ પંચાયતની વાડીમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરનાર વ્યકિત સામે કામરેજ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. તાજેતરમાં સુરત શહેરના વરાછા વિસ્તારમાં લગ્ન પ્રસંગની વરઘોડામાં હવા ફાયરિંગમાં અગાસી ઉપરથી જાન જોતા મહિલાને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. સુરત શહેર જિલ્લામાં વરઘોડામાં ગોળીબાર કરવાનો શોખ વધતો જાય છે. જેની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં ઢિલાશ વર્તવામાં આવી રહ્યા છે.
કામરેજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કામરેજના ધોરણ પારડી આહિર ફળિયામાં રહેતા જીતુભાઈ રાઘુભાઈ ભડિયાદરા (ભરવાડ)ના પુત્રનો લગ્ન પ્રસંગ વાડીમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંબંધી પંકજભાઈ પાળાભાઈ ભરવાડે (રહે. ક્રિષ્નાનગર અલથાણ, ભટાર રોડ) પોતાની પાસેથી રિવોલ્વરથી આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવ અંગે કામરેજ પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.