(એજન્સી) તા.૩
અલ્હાબાદ હાઇકોર્ટે જણાવ્યું છે કે લગ્ન માટે ધર્માંતરણ આવશ્યક નથી. માત્ર લગ્ન માટે ધર્માંતરણ યોગ્ય અને કાયદેસર નથી. સરકાર લવજેહાદને ડામવા કામ કરશે અને કડક કાયદો ઘડશે. હું પોતાની ઓળખ છૂપાવતા તત્વો અને આપણા બહેનો દીકરીઓની ઇજ્જત સાથે ચેડાં કરતાં તત્વોને ચેતવણી આપીને જણાવું છું કે જો તમે તમારી રીતભાત નહીં બદલો તો રામનામ સત્યની તમારી યાત્રા શરુ થશે એવું ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ૩૧, ઓક્ટો. શનિવારે જણાવ્યું હતું.
આ નિવેદન સાથે ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાને ૨૩ સપ્ટે.ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ વિવાદાસ્પદ આદેશ તરફ ધ્યાન દોર્યુ હતું અને જણાવ્યું હતું કે આ ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવાયું છે કે એક પુખ્ત વયની વ્યક્તિ દ્વારા લગ્ના હેતુ માટે સ્વૈચ્છિક ધર્માંતરણ કાયદેસર નથી. વિધર્મી યુગલની યાચીકા ફગાવી દેતાં અલ્હાબાદ હાઇકોર્ટે પિટિશનરને સંબંધીત મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર થઇને પોતાનું નિવેદન નોંધાવવાની છૂટ આપી હતી.
અરજદારે યુગલે પોતાના પરિવારજનોને તેમના શાંતિપૂર્ણ લગ્ન જીવનમાં દખલ કરવા પર રોક લગાવવા માટે હાઇકોર્ટ પાસે દાદ માગી હતી. પરંતુ અદાલતે આ અરજી પર હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ અલ્હાબાદ હાઇકોર્ટે લગ્ન માટે કરવામાં આવતાં ધર્માંતરણ પર જે આદેશ કર્યો છે તેમાં મહત્વનો સંદર્ભ ગાયબ છે. પ્રશ્ન એ છે કે શું હાઇકોર્ટનો નિર્ણય કાયદા અનુસાર છે ? હાઇકોર્ટે આ માટે અલ્હાબાદ હાઇકોર્ટના જ અગાઉના એક ચુકાદા પર આધાર રાખ્યો છે જે નૂરજહાં બેગમ, અંજલિ મિશ્રા વિરુદ્ધ યુપી સ્ટેટ અને અન્યોના કેસમાં ૧૬, ડિસે. ૨૦૧૪ના રોજ આપવામાં આવ્યો હતો.
૨૦૧૪નો ચુકાદો આ પ્રકારના તારણના સંભવિત કાનૂની પરિણામો સાથે કામ કરતો નથી. સિવાય કે કનડગત સામે રક્ષણ આપવાનો ઇનકાર કરવો. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના લીલી થોમસ વિરુદ્ધ ભારતીય સંઘના કેસમાં આપવામાં આવેલ ચુકાદા પર પણ આધાર રાખ્યો છે. જેમાં સુપ્રીમકોર્ટે એવું જણાવ્યું હતું કે ઇસ્લામમાં ખરેખર માન્યતા વગર બિનમુસ્લિમનું ધર્માંતરણ જો માત્ર લગ્ન માટે હોય તો તે રદબાતલ છે. આમ સુપ્રીમ કોર્ટ સમક્ષ મુદ્દો માત્ર બીજા લગ્નના હેતુસર ઇસ્લામમાં ધર્માંતરણનો હતો.
Recent Comments