(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઇમાં પાંચ એપ્રિલે રાત્રે નવ વાગે મીણબત્તી, દીવા અથવા મોબાઇલની લાઇટ પ્રગટાવવાની વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલી અનોખી અપીલનું ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તથા ક્રિકેટર હરભજને સમર્થન કર્યું છે. રવિ શાસ્ત્રીએ પોતાના ટિ્‌વટમાં કહ્યું કે, ૧૩૦ કરોડ લોકોની સંયુક્ત શક્તિને દેખાડવા ચાલો દીવા, મીણબત્તી, ટોર્ચ, મોબાઇલ ફ્લેશ લાઇટ રવિવારે રાત્રે નવ વાગે નવ મિનિટ સુધી સળગાવીએ. કોરોના વાયરસ સામે લડવા નવી ઉર્જા વિકસાવીએ. બીજી તરફ હરભજને ટિ્‌વટર પર કહ્યું કે, દરેક વ્યક્તિએ પોતાની રીતે ઘરે રહેવું. અમને અમારા ટીમ લીડર નરેન્દ્ર મોદી પર ગર્વ છે. ચાલો ઘરે રહેવાનું ચાલુ રાખીએ અને સ્વસ્થ રહીએ. પાંચમી એપ્રિલે રાત્રે નવ વાગે નવ મિનિટ લાઇટો બંધ કરજો, મીણબત્તી, દીવા, ટોર્ચ અને મોબાઇલ ફ્લેશ લાઇટ ચાલુ કરજો પણ માત્ર ઘરમાં જ, શેરીઓમાં ના ઉતરશો.