અમદાવાદ, તા.૬
અમદાવાદના એક સમયના અંધારી આલમના ડોન લતીફના પુત્ર મુસ્તાક શેખનું હાર્ટએટેકથી મોત થયું છે. થોડા વર્ષો પહેલાં શાહરૂખખાનની ફિલ્મ ‘રઈસ’ને લઈને તેણે વિવાદ કર્યો હતો. મુસ્તાકે ‘રઈસ’ ફિલ્મ તેના પિતા લતીફના જીવન પર બની હોવાનો આરોપ મૂકી સમગ્ર મામલો કોર્ટમાં લઈ ગયો હતો. જેને પગલે રઈસ ફિલ્મ વિવાદમાં સપડાઈ હતી. અત્રે નોંધનીય છે કે, લતીફના પુત્ર મુસ્તાક શેખ આરએસએસમાં પણ જોડાયો હતો પરંતુ સમય આપી ન શકવાનું કહીને તેમાંથી નીકળી ગયો હતો.