પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે ૯.૩૦ વાગે અચાનક લદ્દાખ પહોંચી ગયા હતા. લદ્દાખમાં ૧૧ હજાર ફૂટની ઉંચાઈએ હાજર ફૉરવર્ડ લોકેશન નીમૂ પર પહોંચ્યા. તેમનો આ પ્રવાસ ગલવાન ઘાટીમાં ચીનમાં થયેલી હિંસક અથડામણના ૧૮ દિવસ બાદ થયો. પીએમના લદ્દાખ પ્રવાસ વચ્ચે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ચીન વિશે જોરદાર હુમલો કર્યો છે. રાહુલે ટિ્‌વટ કરીને પૂછ્યુ કે લદ્દાખ વિશે જૂઠ્ઠું કોણ બોલી રહ્યુ છે?
રાહુલે શુક્રવારે ટિ્‌વટ કરીને કહ્યુ છે, લદ્દાખના લોકો કહી રહ્યા છે કે ચીન અમારી જમીન પર કબજો કરી રહ્યુ છે અને પ્રધાનમંત્રી કહે છે કે આપણી જમીન પર કોઇએ ઘૂસણખોરી કરે કબજો કર્યો નથી ? સ્પષ્ટ છે કે કોઈને કોઈ તો જૂઠ્ઠું બોલી રહ્યુ છે. રાહુલે ટિ્‌વટમાં એક વીડિયો પણ અટેચ કર્યો છે. રાહુલના જણાવ્યા મુજબ આ વીડિયોમાં લદ્દાખના ઘણા લોકો કહી રહ્યા છે કે ચીન આપણી સીમાની અંદર ઘૂસી ગયા છે અને આપણી જમીન છીનવી રહ્યા છે.
આ વીડિયોમાં રાહુલ ગાંધીએ ડઝનેક એવા લોકોના નિવેદન બતાવ્યા છે જે દાવો કરી રહ્યા છે કે ચીને ભારતીય સીમામાં ઘૂસીને તેમની જમીન પર કબ્જો કરી લીધો છે. તે નેશનલ મીડિયા દ્વારા બતાવવામાં આવી રહેલ સમાચારોને જૂઠ ગણાવી રહ્યા છે કે ચીને આપણી જમીન નથી લીધી.