(એજન્સી) તા.૪
ઉત્તરપ્રદેશમાં ૨૧ વર્ષીય જે મુસ્લિમ યુવકની ધરપકડ નવા ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ કરાઈ છે તેના પરિજનોએ દાવો કર્યો છે કે મહિલાના સંબંધીઓએ પોલીસના દબાણ હેઠળ તેની સામે કેસ નોંધ્યો હતો આ કેસ ૧૨ કલાકની અંદર યુપી પ્રોહિબિશન ઓફ અનલૉફૂલ કન્વર્ઝન ઓફ રિલિજિયન ઓર્ડિનન્સ, ૨૦૨૦ હેઠળ નોંધવામાં આવ્યો હતો. આ વટહુકમ ૨૮ નવેમ્બરથી અમલી થયો છે. બરેલી ગામના સરપંચ ધ્રૂવ રાજ સહિત અનેક લોકોએ આ મામલે અચરજ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આ મામલાનો ઉકેલ તો બંને પરિવારો વચ્ચે સંમતિથી ઉકેલી લેવાયો હતો જેમાં મહિલા હિન્દુ પરીવારની હતી અને તેણે એપ્રિલમાં બીજા ધર્મના વ્યક્તિ ઔવેશ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. ઓવૈશના પિતા મોહમ્મદ રફીકે એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પોલીસે તેની સાથે મારપીટ કરી હતી કેમ કે તેઓ તેને શોધી રહ્યા હતા. તે અમારા ૧૦ બાળકોમાં સૌથી નાનો છે અને બુધવારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે લવ જેહાદના આરોપમાં ન ફક્ત દુઃખ પહોંચાડનારો જ નહીં પરંતુ આ તો ડરાવનાર પણ છે. પીડિતના પિતાએ કહ્યું કે મહિલાના પરિજનો સારા લોકો છે. અમારો તેમની સાથે કોઈ વિવાદ નથી. મને ખબર છે કે તેમણે મારા દીકરા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી નથી. છોકરીના પિતા મને મળ્યા હતા અને તેમણે કહ્યું કે તે આ કેસમાં મને સંપૂર્ણ ટેકો આપશે. પોલીસે તો પ્રશંસાની લાલચમાં અને પ્રમોશન મેળવવા માટે એફઆઈઆર નોંધી લીધી. તેઓએ મારી સાથે મારપીટ કરી અને કદાચ તેઓ છોકરીના પરિજનોને પણ ધમકાવી રહ્યાં હશે.