અમદાવાદ, તા.૨૭
નવા વર્ષથી હવે (એન્ટી કરપ્શન બ્યૂરો)એ લાંચિયા બાબુઓ ઉપર સંકજો કસવાની તૈયારીં કરી લીધી છે. કેમ કે, સરકારના ઘણા એેવા વિભાગ છે. જેમાં લાંચની ઓછી ફરિયાદો થાય છે કે, પછી ફરિયાદ થતી જ નથી. આવા વિભાગોમાં લાંચ લેનારા બાબુઓને પકડવા એસીબીએ નવા ૪૪ પીઆઈને ખાસ ટ્રેનિંગ આપી છે. જેઓ આવા વિભાગમાં કામ કરશે.
એન્ટિ કરપ્શન બ્યૂરોએ ઈતિહાસમાં પહેલી વાર એસીબીના જ પોલીસ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી નવું ઉદાહરણ સામે મૂક્યું છે ત્યારે નવા વર્ષમાં એસીબી પણ નવા રંગરુપમાં જોવા મળશે. એસીબી નવા વર્ષમાં એવા વિભાગ સામે તબાહી લાવશે જે વિભાગોમાં ચાલુ વર્ષે એક પણ કેસ નથી થયો કે પછી જ્યાં ફરિયાદ ઓછી આવે છે. એસીબીએ આ કાર્ય માટે નવા ૪૪ પી આઈને પણ ખાસ ટ્રેનિંગ આપી છે.
આ મામલે એસીબીના મદદનીશ નિયામક ડી.પી. ચુડાસમાએ મીડિયાને જણાવ્યું હતું કે, જે વિભાગની અંદર વધુ ફરિયાદ આવે છે તેમાં કઈ રીતે ફરિયાદો દુર કરી શકીએ તેના પર કામ ચાલુ છે અને જે વિભાગોમાંથી ફરિયાદ નથી આવતી ત્યાં કઈ રીતે કાર્યવાહી થઈ શકે અમે તે કરવાના છીએ’
ગુજરાત એસીબી છેલ્લા બે વર્ષમાં નવા રંગ રુપમાં જોવા મળી રહી છે અને અનેક ઉચ્ચ અધિકારીઓને જેલના સળિયા પાછળ મોકલી દીધા છે. પરંતુ એસીબીની સામે એક વાત એવી આવી છે કે એવાં કેટલાક વિભાગ છે જ્યાં એક પણ કેસ થયો નથી અને એવા પણ વિભાગ છે જ્યાં એકલ-દોકલ કેસ થયો છે, ત્યારે એસીબીએ વિચારી રહી છે કે આવા વિભાગમાંથી એસીબી પાસે કેમ કોઈ ફરિયાદ નથી આવતી ? જેથી એસીબીને મળેલા નવા ૪૪ પોલીસ ઇન્સ્પેક્ટરને આ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જે લોકો ખાનગી રાહે તપાસ કરી આવા વિભાગમાં જો ભષ્ટ્રાચાર ચાલતો હશે તો કાર્યવાહી કરશે.આ વિભાગોમાંથી એસીબીને ભ્રષ્ટાચારની એક પણ ફરિયાદ મળી નથી
એસીબીના આંકડાની વાત કરીએ તો આદિજાતિ વિકાસ,માર્ગ અને મકાન વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોનો વિભાગ, વિજ્ઞાન અને પ્રૌયોગિક વિભાગ અને કલાઈમેન્ટ ચેન્જ વિભાગ એવા વિભાગો છે જ્યાં એક પણ ફરિયાદ એસીબીને મળી નથી.
રાજ્યનાં શ્રમ અને રોજગાર વિભાગ,કાયદા વિભાગ,સામાજિક ન્યાય,નાણા વિભાગ,મહિલા અને બાળ વિભાગ અને રમગ ગમત યુવા,સંસ્કૃતિક વિભાગ એવા વિભાગો છે જ્યાં ખૂબજ ઓછા કેસો થયા છે એટલે કે ૨-૩ કેસો થયા છે.આ સિવાય અન્ય એવા પણ વિભાગો છે જ્યાં ૫થી ઓછો કેસો ચાલુ વર્ષે થયા છે જેથી આવા વિભાગો પર એસીબી નજર રાખી રહી છે
લાંચિયા બાબુઓ માટે નવું વર્ષ અશુભ : એસીબી સ્પેશિયલ ૪૪ સપાટો બોલાવી દેશે

Recent Comments