(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલી ગામમાં મંદિરની સામે આવેલા એક મકાન પાસે પુત્રીએ પિતા પાસે ૭૫ ટકા લાઈટબીલના બાકી ભરવાના નાણા માગતા પિતા અને તેમની સાથે મિત્રોએ વાસના લાકડાના સપાટા વડે પુત્રી પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખી ફરાર થઈ ગયા હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે સસરા વિરૂદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બારડોલી તાલુકાના સુરાલી ગામ ખાતે (મઢી) જીગ્નાષાબેન રહે છે. તેમના પિતાનું નામ દીપકભાઈ પ્રજાપતિ છે. જીગ્નાષાબેન લાઈટ બિલના ભરવાના ૭૫ ટકા રકમ પિતા પાસે માગણી કરી હતી. જેની સામે પિતાએ મારી પાસે લાઈટ બિલના ભરવાના નાણા નથી હું કયાંથી આપું તેમ જણાવતા મકાન ખાલી કરી દેવાનું જણાવ્યું હતું. આરોપી દીપક પ્રજાપતિ, કૃણાલ પ્રજાપતિ, નિરૂબેન પ્રજાપતિ, અર્જુનભાઈ ભરવાડ વિગેરેઓએ જીગ્નાષાબેન પર વાસના લાકડાના સપાટાથી હુમલો કરી હાથ પગ ભાગી નાંખી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત દીકરી જીગ્નાષાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પોલીસે ૫ આરોપીઓ સામે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હવાનું જાણવા મળે છે.