ડીસા, તા.૮
લાખણી તાલુકાના મોટા કાપરા ગામે વિધવા મહિલા પર સગા કાકા સસરાએ વિધવા હોવાનો ફાયદો ઉઠાવી અવાર નવાર મોકાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ કરતો હોવાનું વિધવા મહિલાએ ભીલડી પોલીસ મથકે આરોપી નેનાભાઈ મેવાભાઈ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં ઈ.પી.કો.કલમ ૩૭૬(૨) અને ૫૦૬(૨) મુજબ વિધવા મહિલાએ આરોપી વિરૂદ્ધ ફરિયાદ આપેલ છે.
ફરિયાદમાં જણાવેલ છે કે, આરોપી નેનાભાઈ મેવાભાઈ પરમાર રાત્રીના સમયે અવાર નવાર ઘરે આવી અને દિકરાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો.
ફરિયાદી વિધવાને ચાર મહિનાનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો છે આરોપી વિરૂદ્ધ ફિટકાર વર્તાઓ છે. આ અંગે ભીલડી પીએસઆઈ આશાબેન બી.શાહે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી તેનો કોરોનાનો ટેસ્ટ કરાવી તેનું મેડિકલ ચેકઅપ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. આગળની તપાસ ભીલડી પીએસઆઈ આશાબેન શાહ ચલાવી રહ્યા છે.