(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૫
સુરત શહેરના સરથાણા વિસ્તાર પાસે તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની દુર્ઘટનાના મામલે લાજપોર જેલમાં બંધ પરાગ મુન્શીના વચગાળાના જામીન મંજૂર કરતા હવે કોઈપણ પક્ષ આ હુકમને પડકારવા ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકે છે અને તે માટે આ હુકમની સર્ટીફાઈડ નકલ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ કેસની વિગતો એવી છે કે, ૨૪મી મેના રોજ સરથાણા તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતા. સરથાણા પોલીસ મથકમાં પોલીસે ફરિયાદ દાખલ કરાવતા આઈપીસી ૩૦૪ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ડીસીબીના એસીપી આર.આર. સરવૈયાએ પરાગ મુન્શીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. ૯મી જુલાઈના રોજ વેસુ વિજ્યાલક્ષ્મી હોલ ખાતે પુત્રીના લગ્ન હોય તેમણે વચગાળાના જામીન માંગ્યા હતાં.