અમરેલી, તા.ર૦
લાઠીના કેરાળા ગામના પાટિયા પાસે દુકાન ચલાવતા ૭૦ વર્ષીય વૃદ્ધને રાત્રીના પાંચ શખ્સોએ આવી લોખંડના સળિયા તથા રીન્ગપાના વડે હુમલો કરી ૮ હજાર રોકડા તેમજ મોબાઈલ ફોન ની લૂંટ કરી નાસી જતા વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.
લાઠી તાલુકાના કેરાળા ગામે રહેતા અને બસ સ્ટેશન પાસે જરખિયા જવાના રસ્તે નાની દુકાન ચલાવતા ગોવિંદ નરશીભાઈ માલવિયા (ઉવ-૭૦)ને રાત્રીના દરમ્યાન ગોવિંદભાઇ તેની દુકાન પાસે આવેલ ઝૂંપડીમાં સુતા હતા ત્યારે પાંચ અજાણ્યા શખ્સોએ આવી ગોવિંદને લોખંડના સળિયા વતી મારમારી તેમજ રીન્ગપાના વડે ઇજા પહોંચાડી ઢીકાપાટુનો મારમારી તેમની પાસે ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા ૮ હજાર તેમજ તેમનો જિયો કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા ૨ હજારનો મળી કુલ રૂપિયા ૧૦ હજારની લૂંટ કરી બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ શરૂ કરેલ છે.