અમરાપુર, તા.રપ
માળિયા હાટીના તાલુકાના લાડુડી ગીર ગામે ગઈ મોડી રાત્રે એક ખેડૂત (ઉ.વ.૪૦) પોતાની વાડીમાં કંટોલાના છોડને પાણી પાવા ગયા હતા ત્યારે અચાનક વીજ શોર્ટસર્કિટના કારણે આ ખેડૂત લાખાભાઈ ભીખાભાઈ જોરા (ઉ.વ.રપ)ને વીજ શોર્ટ લાગતાં સ્થળ ઉપર જ તેમનું મોત નિપજ્યું હતું.
રાત્રે કોઈને ખબર ન પડી. સવારે ૮ વાગ્યે વાડી પાસેથી પસાર થતા રામજીભાઈ ચુડાસમાને આ બનાવની જાણ થતાં તેમણે ગામના આગેવાન ડાયાભાઈ જોરાને જાણ કરતા ડાયાભાઈ જોરાએ આ ખેડૂતની ડેડબોડીને પી.એમ. માટે માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી, આ બનાવની જાણ પોલીસને કરતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.