કોરોના મહામારી દિવસેને દિવસે તેનો કહેર વર્તાવી  રહી છે. ત્યારે માસ્ક પહેરવા  સહિતની સરકારી ગાઈડલાઈનનો તંત્ર દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ માસ્ક પહેરીને નીકળતા  લોકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બિન્દાસ્ત હેલ્મેટ પહેર્યા વગર ટુ-વ્હીલર ઉપર ફરી રહ્યા હોવાનું પોલીસ તંત્રના ધ્યાને આવ્યું હતું. ત્યારે પોલીસે ટ્રાફિકના નિમયોનો કડક અમલ કરાવવાનું શરૂ કરી લોકોને દંડ ફટકાર્યો હતો. જેને પગલે લોકોને હેલ્મેટ પહેરવાની ફરજ પડી રહી છે. ત્યારે હવે હેલ્મેટ બજારમાં પણ  લોકડાઉન બાદ થોડી ઘણી ઘરાકી શરૂ થઈ છે તેમ કહી શકાય.