(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
સાબુના વેપારી સાથે ગઠિયાઓએ ઓન લાઈન ૨.૬૯ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
દિલ્હીના વિજય અગ્રવાલ સુરતમાં સાબુનો વેપાર કરે છે. જુન મહિનામાં અજાણ્યાએ વિજયને ફોન કરીને કુરિયર કંપનીમાંથી બોલું છું કહીને તમારે ડિલિવરી માટે ઓનલાઈન ૧૦ રૂપિયા પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું. તે માટે અજાણ્યાએ એક લિંક મોકલી હતી. વિજય પોતાના મોબાઈલમાં તે લિંક ઓપન કરી હતી. જો કે, તેમાં એમાઉન્ટ લખેલું ન હતું તેથી વિજય તે લિંકમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તેમના એકાઉન્ટમાંથી દિલ્હી અને સુરતમાંથી કુલ ૨.૬૯ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા હતા. વિજયે અજાણ્યા આરોપી વિરૂદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.