સુરત, તા.૧પ
મુળ બિહારનો વતની અને હાલ લિંબાયત વિસ્તાર ગણેશ નગરમાં રહેતો શિવહરીસંગ યાદવ કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. લોકડાઉન હોવાના કારણે કારખાના બંધ હોવાથી શિવહરીસંગ બેકાર થયો છે. તે દરમ્યાન વતન જવાને લઇ ઘરમાં છેલ્લાં કેટલાંક સમયથી શિવહરીસંગ અને તેની પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલ્યા કરતા હતા. ગુરૂવારે પણ દંપતિ વચ્ચે સાથે બાળકો ન રાખવા અને વતન જવાને લઇ ફરીથી ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી શિવહરીસીંગ રાત્રિના સમયે પત્નીને લઇ દેવધ ગામની સીમમાં ગયો હતો. જ્યાં ઝઘડાનો રોષ રાખી ઠીક્ક મુક્કાથી માર મારી પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ લાશને ખેતરમાં ફેંકી ભાગી ગયો હતો. સવારે શિવહરીસંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પત્નીની હત્યા કરી હોવાની વિગત આપતા પોલીસ ચોંકી ગઇ હતી. લિંબાયત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. શિવહરીસંગને સાથે રાખી પત્નીની લાશનો કબ્જા લઇ પોસ્ટ મોર્ટમ અર્થે સ્મિમેરમાં મોકલી આપી છે. પોલીસે શિવહરીસંગ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લિંબાયત દેવધ ગામના ખેતરમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી

Recent Comments