અમદાવાદ, તા.૯
ગુજરાત યુનિવર્સિટીના વધુ એક કુલપતિ વિવાદમાં સપડાયા છે. પૂર્વ કુલપતિ સ્વીમીંગ પુલ બાંધવાને લઈ વિવાદમાં સપડાયા હતા ત્યારે હાલના કુલપતિ હીમાશું પંડ્યાએ પોતાના માટે સ્પેશીયલ લીફ્ટ નાંખતા વિવાદમાં સપડાયા છે. યુનિવર્સિટી ટાવરમાં લીફ્ટ હોવા છતાં કુલપતિઓ પોતાના માટે લાખો રૂપિયાના ખર્ચે નવી લીફ્ટ નાંખી છે. કુલપતિએ પોતાની અંગત સેફ્ટી માટે યુનિવર્સિટીના હેરીટેજ બિલ્ડીંગમાં તોડફોડ કરી પર્સનલ લીફ્ટ નંખાવતા વિવાદ ઉદ્દભવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાશું પંડ્યા લીફ્ટને લઈને વિવાદમાં સપડાયા છે. યુનિવર્સિટીના ટાવરમાં કુલપતિ માટે ખાસ લીફ્ટ નંખાવતા આવતાં વિવાદ થયો છે. યુનિવર્સિટી ટાવરમાં એક લીફ્ટ હોવા છતાં કુલપતિ માટે અલગથી પ્રાઈવેટ લીફ્ટ નાંખવામાં આવી રહી છે. અત્યાર સુધીના તમામ કુલપતિ ટાવરમાં રહેલી લીફ્ટનો જ ઉપયોગ કરતાં હતા. કારણ કે ટાવર માત્ર એક જ માળનું છે. અને લીફ્ટનો ઉપયોગ માત્ર કુલપતિ જ કરતાં હતા. પરંતુ હાલના કુલપતિએ એક લીફ્ટ હોવા છતાં બીજી પર્સનલ લીફ્ટ નાંખતા વિવાદ થયો છે. વિદ્યાર્થીઓના લાખો રૂપિયાના ખર્ચે કુલપતિ પોતાની મોજશોખ માટે આ લીફ્ટ નાંખવામાં આવી હોવાનો વિદ્યાર્થી સંગઠનોએ આક્ષેપ કર્યો છે. કુલપતિએ પોતાની ચેમ્બરમાંથી પાછલા દરવાજેથી નીકળી શકાય તે માટે સ્પેશીયલ લીફ્ટ નાંખી હોવાનો વિદ્યાર્થી સંગઠનોએ આક્ષેપ કર્યો છે.