(સંવાદદાતા દ્વાર) સુરેન્દ્રનગર, તા.૩૧
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર અને આજુબાજુના ગ્રામજનો અને ગામના વિસ્તારોમાં અચાનક જ પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાનું હાલમાં જણાવવામાં આવી રહ્યું છે. આ પાણીજન્ય રોગોનો શિકાર હાલ ૮૫ જેટલા લોકો રોગનો શિકાર બન્યા છે અને હાલ લીંબડી સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. લીંબડી તાલુકાના બોડિયા, ખોડિયા, બોરણા ગામમાં અચાનક પાણીજન્ય રોગે માથું ઉંચક્યું છે. છેલ્લા બે દિવસમાં જ સરકારી દવાખાને ૮૫ દર્દીઓ ઝાડા-ઉલટીના કેસ નોંધાયા છે ત્યારે આ બનાવ અંગે આજે લીંબડીના દરેક તાલુકાના ગામોમાં લીંબડી બ્લોક હેલ્થ ઓફિસરોના માર્ગદર્શન હેઠળ ટીમો રવાના કરવામાં આવેલ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે સાફસફાઈ દવાનો છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે લીંબડીના દરેક તાલુકામાં નર્મદા કેનાલનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કેનાલના પાણીમાં પશુ, માણસો, પક્ષીઓ સંપોસુધી તણાઈને આવતા હોવાના કારણે પાણી ફિલ્ટર કર્યા વગર જ અપાતા આ ઘટના ઘટવા હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.