સુરેન્દ્રનગર, તા.૩૦
લીંબડી તાલુકામાં મારામારી અને લુખ્ખાગીરીની ઘટનાઓ રોજબરોજ બનવા લાગી છે. ત્યારે લીંબડી નળકાંઠા વિસ્તારના રાણાગઢ ગામે માછલી પકડવા જેવી સામાન્ય બાબતે બબાલ કરી હુમલો કરવાની ઘટના બનતા પાંચ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા છે.
લીંબડી તાલુકાના રાણાગઢ ગામે રહેતા નરેશભાઈ બટુકભાઈ જેઝરીયા ઉપર તેના જ ગામના ગગુભાઈ ધીરૂભાઈ જસાભાઈ લખમણભાઈ અને ગોપાલભાઈ સહિતના ભેગા મળી અને માછલી પકડવા જેવી બાબતમાં ઝઘડો કરી અને નરેશ ઝેઝરીયાને માથાના ભાગે અને હાથે માર મારેલ હતો. ત્યારે તેના પરિવારજનો આ બાબતે આવતા તેઓને પણ લાકડી ધોકા પાઈપ વડે માર મારવાનો બનાવ બનવા પામ્યો છે. ત્યારે વધુ ઈજાગ્રસ્ત હાલતમાં નરેશભાઈ ઝંઝરીયાને સારવાર માટે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અને હુમલાખોરોને ઝડપવા માટે લીંબડી પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.