સુરેન્દ્રનગર,તા.૭
લીંબડી બગોદરા વચ્ચેના પાટીયા પાસે ચાલું આઇસરમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ પતિ-પત્ની અને અન્ય ત્રણ લોકો જ્યારે પાણી ભરેલ આઇસરમાં સવાર થઈ મજૂરી અર્થે જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા. તે સમય દરમ્યાન લીંબડી બગોદરા વચ્ચેના પાટીયા પાસે હાઈવે રોડ ઉપર એકાએક ભેંસ ચડી આવતા આઇસર ડ્રાઈવરએ બ્રેક મારી એ સમય દરમ્યાન ગાડીમાં સવાર ચંદુભાઈ કાશીરામ જેવો વિરમગામના કરણ ગઢ ગામના વતની છે. જેઓ આ સુતા હતા અને બ્રેક લાગતાં આઇસરમાં ભરેલ પાઈપ તેમના ઉપર ગબડી પડે અને ચંદુભાઈ પાઈપ નીચે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ વાતની પાણશીણા પોલીસ સ્ટેશને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી જનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે લીમડી ખસેડાઇ હતી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.