(એજન્સી) તા.૧૦
લીક થયેલા પુરાવા અને ગેરકાયદે સર્વેક્ષણ અને જાસૂસીને કારણે ભારતમાં હવે મિડીયા ટ્રાયલ ન્યૂ નોર્મલ બની ગઇ છે. સુશાંતસિંહ રાજપૂત અને હાથરસ કેસના રિપોર્ટીંગમાં જમણેરી પાંખના ભારતીય મીડિયામાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે કાનૂની પુરાવાના વર્ગીકૃત દરજ્જા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. સરકાર તરફી મીડિયા ચેનલો અને પ્લેટફોર્મ હવે તપાસ સંસ્થાઓ અને પોલીસ પાસેથી સીધા વર્ગીકૃત પુરાવા પ્રાપ્ત કરે છે.આ ગેરકાયદે પુરાવા ત્યાર બાદ ટીવી પર પ્રસારિત કરવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર મોટા પાયે સરક્યુલેટ કરવામાં આવે છે જે ભારતીય સમાચાર મીડિયા માટે એક ભયનજક વળાંક જેવી સ્થિતિનું નિર્માણ કરે છે. ૨,ઓક્ટો.ના રોજ ઇન્ડિયા ટુડેની પત્રકાર તનુશ્રી પાંડે અને હાથરસ ગેંગ રેપની પીડિતાના ભાઇ સંદિપ વચ્ચે થયેલી ખાનગી વાતચીતની ઓડિયો ક્લિપ સરકાર તરફી વેબસાઇટ ઓપ ઇન્ડિયા દ્વારા પ્રસિદ્ધ કરાઇ હતી. ઓપ ઇન્ડિયાએ લખ્યું છે કે વાતચીત દરમિયાન તનુશ્રી પાંડે સંદીપ પાસેથી કોઇ ચોક્કસ પ્રકારનું નિવેદન કરાવવા માટે સતત આગ્રહ રાખી રહી હતી. જ્યારે સંદીપ આ નિવેદન કરવા માગતાં ન હતાં અને પત્રકાર તેમને જે લાઇન અનુસરવાનું કહેતી હતી એ અનુસરવા તેમને ખચકાટ હતો. પરંતુ વાતચીત પરથી એક વાત સ્પષ્ટ છે કે તનુશ્રી પત્રકાર તરીકેની પોતાની ફરજ બજાવી રહી હતી.આ ઓડિયો ક્લિપ રિલીઝ થવાના પગલે ઇન્ડિયા ટુડેએ તનુશ્રી પાંડે કે સંદીપ પાંડેના જે કાનૂની આધારે ફોન ટેપ કરવામાં આવ્યા હતા તેને પડકારતું એક સત્તાવાર નિવેદન ઇસ્યૂ કર્યું હતું. ઇન્ડિયા ટુડેએ ભાજપની આઇટી સેલના વડા અમિત માલવિયાને પણ પ્રશ્ન કર્યો હતો કે સમાચાર સંસ્થા અને સોશિયલ મીડિયા સુધી આ ઓડિયો ક્લિપ કઇ રીતે પહોચી? જો કે અમિત માલવિયાએ આ અંગે સત્તાવાર જવાબ આપ્યો ન હતો. આવો જ ટ્રેન્ડ સુશાંતસિંહ રાજપૂતના કેસમા ંજોવા મળ્યો હતો. ટાઇમ્સ નાઉના નવિકા કુમારે દિપીકા પાદુકોણની વોટ્‌સએપ ચેટને એક્સક્લુઝીવ એવિડન્સ તરીકે એક્સપોઝ કરી હતી અને એવો દાવો કર્યો હતો કે એનસીપી દ્વારા આ સંદેશા પ્રાપ્ત કરવામાં આવ્યા છે. હવે પ્રશ્ન એ છે કે કઇ રીતે અને ક્યા કાયદા હેઠળ ઓડિયો ક્લિપ અને વોટ્‌સએપ ચેટ મીડિયા સાથે શેર કરવામાં આવી હતી. બંને શેરમાં ઓડિયો ક્લિપ અને શેર માટે લીક થઇ એવો શબ્દ પ્રયોજવો જોગ્ય નથી. આ તપાસ સંસ્થા અને જમણેરી સંસ્થા વચ્ચે પુરાવાના ઇરાદાપૂર્વક વિનિમયનો કિસ્સો છે. જે હવે આજના મીડિયામાં એક સામાન્ય વાત બની ગઇ છે.