(એજન્સી) તા.૯
લિબિયાના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે રાજધાની ત્રિપોલીની દક્ષિણે આવેલા તારહુના શહેરમાંથી વધુ ત્રણ સામૂહિક કબરો મળી આવી છે. જનરલ ઓથોરિટી ફોર રિસર્ચ એન્ડ આઈડેન્ટિફિકેશન ઓફ મિસિંગ પર્સન્સએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી ટીમોએ તારહુના શહેરમાં આવેલા અબ્દાલી હાઈવે નજીક ત્રણ સ્થળોએ સામૂહિક કબરો મળી આવી છે. અધિકારીઓએ આ પણ જણાવ્યું હતું કે તેઓ સોમવારથી મૃતદેહોને બહાર કાઢવાની શરૂઆત કરશે. નોંધનીય છે કે ગયા વર્ષે જૂનથી લિબિયાના સત્તાવાળાઓને તારહુનાના જુદા જુદા વિસ્તારોમાંથી ૮૩ સામૂહિક કબરો મળી આવી હતી. પહેલા તારહુના ખલીફા હફતાર નામના લડવૈયાનું ગઢ ગણાતું હતું. ગયા વર્ષે સરકારી સુરક્ષા દળોએ હફતારના સંગઠનને ત્રિપોલીમાંથી હાંકી કાઢયા હતા. લિબિયાના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે હફતારના દળોએ એપ્રિલ ર૦૧૯થી જૂન ર૦ર૦ દરમ્યાન અહીં જનસંહાર આચર્યો હતો. લિબિયાના અધિકારીએ જણાવ્યું હતું કે તેમની પાસે જુદા જુદા શહેરોમાંથી ગુમ થયેલા ૩૬પ૦ લોકોની યાદી છે જેમાં તારહુનામાંથી ગુમ થયેલા ૩પ૦ લોકો પણ સામેલ છે.
લીબિયાના તારહુના શહેરમાંથી વધુ ત્રણ સામૂહિક કબરો મળી આવી

Recent Comments