(એજન્સી) તા. ૨૬
લીબિયા શુક્રવારે યુદ્ધની અનિશ્ચિતતાઓમાંથી બહાર આવતું દેખાયું હતું. તેણે આ યુદ્ધનો અંત લાવીને શાંતિનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વડાપ્રધાન ફૈયાઝ અલ સરાજે તાત્કાલિક ધોરણે સીઝફાયર લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. અલ સરાજ ત્રિપોલીમાં સંચાલિત ગર્વમેન્ટ ઓફ નેશનલ એકોર્ડના વડાપ્રધાન છે. જો કે આવા જ આદેશનું પુનરાવર્તન તોબરૂક ખાતે આવેલી લીબિયાની સંસદના સ્પીકર અગિલા સાલેહએ કર્યુ હતું. પોતાના નિવેદનમાં વડાપ્રધાન અલ સરાજે કહ્યું હતું કે દેશમાં આગામી માર્ચ મહિનાથી ઓઈલનું ફરીથી ઉત્પાદન કરવાની શરૂઆત થશે અને સંસદીય તથા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પણ આયોજન કરાશે. તેમણે આ દરમિયાન ત્રિપોલી અને તોબરૂકની સરકારો સાથે નફાનો ભાગ પાડવા સંમતિ પણ આપી હતી. જિનિવામાં સંયુક્તરાષ્ટ્રના વિશેષ રાજદૂત દ્વારા સીઝફાયર અંગે બેઠકનું આયોજન કરાયું હતું. તેમ જ રશિયા તથા તૂર્કીના વિદેશમંત્રીઓએ પણ બેઠક કરી હતી. આ બંને દેશોની સરકાર લીબિયામાં વિરોધી પક્ષોને સમર્થન આપે છે. જો કે આ જાહેરાત દ્વારા રાષ્ટ્રવ્યાપી ચાલી રહેલા વિખવાદનો નાટકીય રીતે અંત આવી ગયો હતો. ગત મહિને જ ત્રિપોલીમાં સરકાર તથા તુર્કીના સમર્થકોએ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ ઓઈલ ક્ષેત્રો તથા અલ જુફરા એરબેઝ સેન્ટ્રલ લીબિયા એરબેઝ પર પહોંચની માગ કરી હતી તથા ઓઈલની નિકાસ કરવા માટે બંદર બનાવવાની પણ માગ કરી હતી. જો કે હવે લીબિયામાં આ શાંતિ પ્રક્રિયાને પગલે તુર્કી અને રશિયાના હિતો સધાતા સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે તેવું કહી શકાય.
લીબિયામાં યુદ્ધવિરામ તુર્કી અને રશિયાના હિતોને સાધી શકે છે

Recent Comments