દાહોદ, તા.૧૬
લીમખેડા પોલીસ પોતાની બોલેરો ગાડીમાં સવાર થઈ રાત્રીના સમયે વટેડા ગામે નાઈટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે સમયે એક ટેમ્પાના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો પુરઝડપે હંકારી લાવી પોલીસની બોલેરો ગાડીને પાછળથી જાશભેર ટક્કર મારતાં અંદર સવાર હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અનિલભાઈ તેમજ જી.આઈ.ડી. નરવતભાઈ સુરતનભાઈ એમ બે પોલીસ પોલીસ કર્મીઓને હાથને ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી જ્યારે ટેમ્પામાં સવાર ઘનશ્યામભાઈ રમેશભાઈ ડામોર (રહે.તીલગારા, તા.બદનાવત, જી.ધાર,મ.પ્ર) ને કપાળના ભાગે ઈજાઓ થતાં ત્રણેયને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ટેમ્પાનો ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. આ અકસ્માતમાં પોલીસની બોલેરો ગાડીને રૂ.૫૦ હજારનું નુકસાન થવા પામ્યું હતુ.
આ સંબંધે લીમખેડા પોલીસ મથકના એ.એસ.આઈ. અરવિંદભાઈ પ્રતાપસિંહ બારીઆએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.