(સંવાદદાતા દ્વારા) લીમખેડા, તા.૨૨
લીમખેડાના પાલ્લી ખાતે કોઇ અગમ્ય કારણોસર પતિએ રાતે મોટા પથ્થરના પ્રહારો કરી પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ બંને પુત્રીઓને પણ પથ્થર વડે મારી નાખવાની કોશિશ કરી ફરાર થઇ જતા બંને પુત્રીઓની સ્થિતિ ગંભીર હોવાને કારણે વધુ સારવાર માટે એકને વડોદરા અને બીજીને અમદાવાદ રીફર કરી હોવાનું મૃતક મહિલાના સસરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર કડાણા તાલુકાના મનપુર ગામના રહેવાસી અને હાલ લીમખેડા પાલ્લીમાં પાણીની ટાંકી પાસે પોતાની પત્ની તથા બે પુત્રી એક પુત્ર સાથે રહેતા અને નાવીનો કરતા રાજુભાઇ ડાહ્યાભાઇ ભાટીયા(વાળંદ)એ ગત રોજ મધરાતે કોઇ અગમ્ય કારણોસર ઘરમાં મીઠી નિંદર માણી રહેલી પત્ની ૩૫ વર્ષીય ક્રિષ્નાબેનને તથા પુત્રીઓ ૧૪ વર્ષીય ઉર્વશી થતાં ૧૩ વર્ષીય દિવ્યા પર મોટા પથ્થર વડે માથામાં ઉપરાઉપરી પ્રહાર કરતાં છોકરીઓએ બૂમાબૂમ કરી મૂકતા પાડોસમાં રહેતા રાજુભાઇના કાકા મહેશભાઇ તથા પિતા ડાહ્યાભાઇ ભાટીયા વગેરે દોડી આવ્યા હતા જ્યારે રાજુભાઇ ફરાર થઇ ગયો હતો. ઘરમાં ક્રિષ્નાબેન તથા તેમની છોકરીઓ ઉર્વશી તેમજ દિવ્યા લોહીલુહાણ હાલતમાં અત્યંત ગંભીર ઇજા પામેલ હાલતમાં જાવા મળતાં તાબડતોડ ૧૦૮ બોલાવી ત્રણેને લીમખેડા સરકારી દવાખાને લઇ ગયા હતા.જ્યા સારવાર દરમ્યાન ક્રિષ્નાબેનનું મોત નિપજ્યું હતું.જ્યારે બંને છોકરીઓની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર માટે બંને છોકરીઓને ગોધરા સીવીલમાં રીફર કરવામાં આવી હતી.પરંતુ ઇજાની ગંભીરતાને ધ્યાને લઇ વધઉ સારવાર માટે એકને વડોદરા સયાજી હોસ્પિટલમાં તેમજ એકને અમદાવાદ ખાતે ખસેડવામાં આવી છે. આ સંબંધે મૃતક ક્રિષ્નાબેન રાજુભાઇ ભાટીયાના સસરા મુનપુર ફાટીયા ફળિયામાં રહેતા ડાહ્યાભાઇ સાંકળાભાઇ ભાટીયાએ લીમખેડા પોલિસ મથકે નોધાવેલ ફરિયાદમાં મારા છોકરા રાજુએ તેની પત્ની તથા તેની છોકરીઓને મારેલ હોવાનો મને શક વહેમ છે,તેમ જણાવેલ છે.જેના આધારે લીમખેડા પોલિસે ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭ મુજબનો ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથધરી ફરાર રાજુભાઇ ડાહ્યાભાઇ ભાટીયાને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.