ભરૂચ, તા.૧૯
દહેજ એસ.ઈ.ઝેડ.ના બીજા એકમ માટે જીઆઈડીસી દ્વારા લીમડી, પખાજણ, અંભેલ ગામોની જમીનો સંપાદિત કરવાના પ્રકરણમાં ત્રણેય ગામોના ગ્રામ પંચાયતના હોદ્દેદારો તથા ધરતીપુત્રોએ મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બહારગામના કેટલાક તત્ત્વો ખોટી રીતે વાદવિવાદ ઊભા કરતા હોવાનો તેમજ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ખોટા રાજકીય દાવપેચ કરતા હોવાના સનસનીખેજ આક્ષેપો લગાવ્યા હતા.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ એસ.ઈ.ઝેડ.ના બીજા એકમ માટે જીઆઈડીસી દ્વારા વાગરા તાલુકાના પખાજણ, અંભેલ, લીમડી ગામોની અંદાજિત ૧૭૪૦ એકર જમીનોનું સંપાદન કરાયુ હતું, જેમાં સંપાદિત થયેલી જમીનોમાં નિયમ મુજબ ૭/૧૨ પર રહેલા ખેત માલિકોને તેના વળતરની ચૂકવણા પણ કરી દેવાયા હતા. જો કે, આ સમગ્ર મામલે ખેડૂત હિતરક્ષક દળ દ્વારા સદર સંપાદનમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે તપાસની માગણી કરાઈ હતી. જો કે, આ આક્ષેપોને ફગાવતા લીમડી, પખાજણ અને અંભેલ ગામના ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.
Recent Comments