લુણાવાડા, તા.૨૪
નાગરિક સમિતિના નામે ભાજપની CAA ના સમર્થનમાં લુણાવાડામાં રેલી યોજાઈ હતી. આ રેલીમાં જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું ખુલ્લેઆમ ભંગ કર્યો હતો.
નાગરિકતા કાનૂનના વિરોધમાં અને કોઈ એક કોમ્યુનિટીને ટાર્ગેટ કરવાના પ્રયાસોથી દેશના ખૂણે- ખૂણે પ્રદર્શનો અને રેલીઓ કાઢી વિરૂદ્ધ દર્શાવવામાં આવી રહ્યો છે. પ્રદર્શનો બાદ ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં અધિક મેજીસ્ટ્રેટે પોતાના મહત્ત્વનો ઉપયોગ કરી જાહેરનામું આમ નાગરિકો અને દેશને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે હેતુથી બહાર પાડી દીધુ છે. આ જાહેરનામા મુજબ ધરણા, રેલી, વિરોધ પ્રદર્શન યોજી શકાય નહીં. જિલ્લા મેજીસ્ટ્રેટ આર. આર. ઠક્કરે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૯૭ (૩) મુજબ તેમને મળેલા પાવર અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર તેમજ કડાણા તાલુકામાં તા.૧૯-૧૨-૨૦૧૯ થી તા. ૦૨-૦૧-૨૦૨૦ સુધી જાહેરમાં સભા-સરઘસ સામે પ્રતિબંધની સાથે સાથે એક સાથે કોઈપણ જગ્યાએ ૪ થી વધુ માણસો પણ ભેગા થવા ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો.સંવિધાનની કદર કરી ફરિવાર લુણાવાડાના મુસ્લિમ સમાજે સ્વયં પોતાના નાના- મોટા ધંધા રોજગાર બંધ પાડી ઝ્રછછ કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે બીજી તરફ પોતાના રાષ્ટ્રવાદી અને સાચા દેશભક્ત પોતે જ ગણાવનારા અને માનનારા સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ દ્વારા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું ખુલ્લેઆમ ચીરહરણ કરવામાં આવ્યું હતું અને એ પણ પોલીસની નીગરાણીમાં.જ્યાં ભારત સરકાર દ્વારા મોટી- મોટી બ્યુગલો ફુંકી જાહેરાત કરવામાં આવે છે કે એક દેશ એક સંવિધાન તો એ સ્લોગન ઉપર અમલ કરવાની જગ્યાએ મહિસાગર તંત્ર દ્વારા લુણાવાડાના મુસ્લિમ સમાજને રેલી અથવા તો સરઘસની મંજૂરી ન કરવાનું કહી સત્તાધારી સરકારના કાર્યકર્તાઓને જાહેરનામાનો ભંગ કરી રેલી યોજવાની પરમિશન કેમ આપવામાં આવી એ પ્રશ્ન પ્રજામાં ઉઠવા પામ્યો છે.