જૂનાગઢ, તા.ર૯
જૂનાગઢમાં ચોબારી રોડ, વિનાયક એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા શંકર ધુળાભાઈ કલિયવાડાએ પોલીસમાં આરોપી ૧૦થી ૧ર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવેલ છે કે, આ કામના આરોપી ૧૦થી ૧ર પોલીસવાળાઓએ ફરિયાદી તથા સાહેદોને તેના રહેણાંક ઝૂંપડાએથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જઈ મીરાનગર, રાજદીપ પાર્કમાં બનેલ લૂંટના ગુનાની બળજબરીથી કબૂલાત કરાવવા માટે પ્લાસ્ટિકના પાઈપ વડે મારમારી મૂંઢ ઈજાઓ પહોંચાડી પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખી એકબીજાને મદદગારી કરી સાહેદ હીરા રૂપાભાઈ બજાણીયાનું મોત નિપજાવતાં આ બનાવ અંગે એસસી, એસટી સેલના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિકારી આર.વી. ડામોર વધુ તપાસ ચલાવી રહ્યા છે.