આ મહિલાની ઓળખ મોનિકા નામે
થઈ હતી, તેની પાસેથી ઘરેણાં અને ૧૫
લાખ રૂપિયાની રોકડ કબજે લેવાઈ

(એજન્સી) તા.૭
યુપી પોલીસે એક એવી લૂંટેરી દુલ્હન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે જેણે ૧૦ વર્ષમાં ૮ વૃદ્ધો સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ તે ઘરમાંથી જ્વેલરી અને કેશ લઈને ફરાર થઈ જતી હતી. યુપીના ગાઝિયાબાદ પોલીસે એક એવી જ લૂંટેરી દુલ્હન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે જે વૃદ્ધોને નિશાનો બનાવે છે તેની ઓળખ મોનિકા મલિકના રૂપમાં થઈ છે.
આ ફ્રોડ મહિલાએ એક ૬૬ વર્ષના કંસ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરને પોતાનો નિશાન બનાવ્યો હતો, તે પોતાના આઠમાં દુલ્હાને ૧૫ લાખ રૂપિયા કિંમતનો સામાન લઈને ભાગી ગઈ હતી. આ વ્યક્તિનું નામ જુગલ કિશોર છે જે ગાઝિયાબાદમાં રહે છે. ગયા વર્ષે તેમની પત્નીનું નિધન થઈ ગયું હતું અને તેમનો દીકરો પણ અલગ ઘરમાં રહેવા લાગ્યો હતો જેના કારણે તે એકલા પડી ગયા હતા માટે તેમણે બીજા લગ્ન કરવાનું વિચાર્યું.
તે કારણે તે દિલ્હીની મેટ્રોમોનિયલ એજન્સી, ખન્ના વિવાહ કેન્દ્રમાં જઈને મળ્યા. એજન્સીએ તેમને ભરોસો અપાવ્યો કે તેમની મેચિંગના હિસાબથી તે તેમને દુલ્હન શોધી આપશે. ત્યાર બાદ મેટ્રોમોનિયલ સાઈટની તરફથી જુગલ કિશોરને મોનિકા મલિક સાથે ભેટ કરાવવામાં આવી જેણે પોતાને ડિવોર્સી ગણાવી. અમુક અઠવાડિયા બાદ ઓગસ્ટ ૨૦૧૯માં બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. ત્યાર બાદ બંને સાથે રહેવા લાગ્યા પરંતુ બે મહિના બાદ જ આ લૂંટેરી દુલ્હન જ્વેલરી અને કેશ લઈને ભાગી ગઈ જેની કિંમત લગભગ ૧૫ લાખ રૂપિયા હતા. ત્યાર બાદ જ્યારે જુગલ કિશોરે મેટ્રોમોનિયલ સાઈટમાં વાત કરી તો તેને જ ધમકાવવામાં આવ્યો. ત્યાર બાદ કિશોરને મોનિકાના પહેલાં પતિ વિશે જાણ થઈ જેને તે આ રીતે જ ઠગીને ભાગી ગઈ હતી. ત્યારે કિશોરે પોલીસમાં આ મામલામાં ફરિયાદ કરી. પોલીસે ફરિયાદની તપાસ કરી તો જાણ થઈ કે લૂંટેરી દુલ્હનના ૧૦ વર્ષમાં આ આઠમાં લગ્ન છે અને દર વખતે આ રીતે જ તે દુલ્હાને લૂંટીને ભાગી જાય છે. ત્યાર બાદ પોલીસે મોનિકા, તેના પરિવાર અને મેટ્રોમોનિયલ એજન્સીના વિરૂદ્ધ આઈપીસીની કલમ ૪૧૯, ૪૨૦, ૩૮૦, ૩૮૪, ૩૮૮ અને ૧૨૦બી હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.