(એજન્સી) તા.૭
બૈરૂતના ભયાનક વિસ્ફોટ પછી પોતાના ગુમ થયેલા સ્વજનોને શોધવા માટે લેબેનોનના લોકોએ ઓનલાઈન અભિયાન શરૂ કર્યું હતું. સત્તાવાર અહેવાલો મુજબ બૈરૂતના બંદર પર છેલ્લા ૬ વર્ષથી સંગ્રહીને રાખવામાં આવેલા ર૭પ૦ ટન એમોનિયમ નાઈટ્રેટના કારણે આ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૩પ લોકોના મૃત્યુ થયા હતા. જયારે ૪૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પછી ગુમ થયેલા સેંકડો લોકોને શોધવા માટે ઈન્સ્ટાગ્રામ પર જ્રર્ઙ્મષ્ઠટ્ઠીંદૃૈષ્ઠૈંદ્બજહ્વીૈિેં નામનું હેન્ડલ શરૂ કરવામાં આવ્યું હતું. આ હેન્ડલ પર ૯૪થી વધુ પોસ્ટ શેર કરવામાં આવી હતી. દરેક પોસ્ટ સાથે ગુમ થનાર વ્યકિતનો ફોટો અને તેના સંબંધીનું નામ અને કોન્ટેકટ નંબર શેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ વિસ્ફોટે બૈરૂતમાં સર્વત્ર વિનાશ થયો હતો. જેના કારણે અનેક લોકો ઘરવિહોણા બની ગયા હતા. આ દરમ્યાન ઘરવિહોણા લોકોને મદદ કરવા માટે પણ સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ થયું હતું. ટવિટર પર ર્જ્રીહ-ર્રેજીજ-ઙ્મીહ્વટ્ઠર્હહ હેઠળ સમગ્ર લેબેનોનમાં ૧૦૦થી વધુ સ્થળોએ લોકો માટે રાહત શિબિરો ઉભી કરવામાં આવી હતી. કેટલીક હોટલોએ પણ પીડિતોને આશ્રય આપવા માટે તેમના રૂમો ખોલી દીધા હતા.