(એજન્સી) તા.૧૧
લેબેનોન વહીવટીતંત્ર ગયા અઠવાડિયે બૈરૂતમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામનારાઓના મૃતદેહો તેમના સ્વજનોને સોંપતા પહેલા બાકી રહેલા પાર્કિંગ ટિકિટના પૈસાની માગણી કરે છે. મોટા પ્રમાણમાં શેર થયેલા વીડિયોમાં દેખાય છે. કે એક શખ્સ ટીવી પ્રેઝન્ટરને જણાવી રહ્યા છે કે તેમને તેમના ભાઈનો મૃતદેહ મેળવવા માટે કેટલાક ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડી હતી. આ શખ્સે કહ્યું હતું કે મારા ભાઈનો મૃતદેહ મેળવવામાં મને અઢી કલાક લાગ્યા હતા. તેમણે મારા અને મારા ભાઈના ઓળખપત્રની માગણી કરી હતી. આ જાણવું તેમના માટે મહત્વનું હતું કે મારા ભાઈ પાસે સ્પિર્ડિગ ટિકિટ હતી કે નહીં અને જો ન હોય તો તેનો મૃતદેહ અમને આપતા પહેલા તેમાં પૈસા વસૂલી શકાય. ટવીટર યુઝર લૈલ-ઝહરાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાર્કિંગ ટિકિટના પૈસા ચૂકવેલા ન હોવાથી એક માતાને તેના પુત્રનો મૃતદેહ આપવામાં આવ્યો ન હતો. આ અંગે એક ન્યૂઝ વેબસાઈટના પ્રશ્નનો જવાબ આપતા લંડન સ્થિત લેબેનીઝ દૂતવાાસે કહ્યું હતું કે આ એક પ્રમાણભૂત પ્રક્રિયા છે અને તેમાં ૪પ મિનિટનો સમય લાગે છે.