ગુજરાતમાં ૮ જૂન સોમવારથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી મળી જતાં છેલ્લા ત્રણેક મહિનાથી બંધ ધાર્મિક સ્થાનો પુનઃ ધમધમી ઊઠ્યા હતા. જો કે, ધાર્મિક વિધિ, નમાઝ, પૂજાપાઠ માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી હોવાથી તેનું યોગ્ય પાલન કર્યા બાદ પ્રવેશ અપાતો હતો. પ્રસ્તુત તસવીર અહમદાબાદની માણેકચોક સ્થિત શાહી જુમ્મા મસ્જિદની છે. જ્યાં થર્મલ ગન દ્વારા તપાસ કર્યા બાદ નમાઝીઓને પ્રવેશ અપાયો હતો. ઉપરાંત મસ્જિદમાં નમાઝ પઢવામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનો ખાસ ખ્યાલ રખાયો હતોે.