એસ.ટી. બસ સ્ટેન્ડ

લાલદરવાજા

વાસણા

અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન રોકેટગતિએ વધતી હોવાથી તંત્રએ લોકડાઉનનો અમલ વધુને વધુ કડક બનાવી દીધો છે. આથી સદા ધમધમતા વિસ્તારો પણ હાલ કર્ફયુની કેદમાં જકડાઈ ગયા હોય તેમ સૂમસામ ભાસે છે. અમદાવાદનું ગીતામંદિર સ્થિત એસ.ટી. મથક બારેમાસ ર૪ કલાક સતત ધમધમતું રહેતું હતું, પણ હાલ મુસાફરોની, વાહનોની અને લોકોની અવરજવર વિના સૂમસામ ભાસી રહ્યું છે. એ જ સ્થિતિ લાલદરવાજા જિલ્લા પંચાયત આસપાસના અને વાસણા વિસ્તાર સહિતના તમામ ધમધમતા વિસ્તારોની છે.