દાણીલીમડા રોડ

જમાલપુર

વાસણા

અમદાવાદ શહેર હાલ લોકડાઉનની કેદમાં છે. જીવનજરૂરી વસ્તુઓ અને આવશ્યક સેવા સિવાય તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ છે. પરિણામે શહેરના તમામ વિસ્તારો સૂમસામ ભાસી રહ્યા છે. રસ્તાઓ પર જાણે કરફ્યુ લાદ્યો હોય તેમ છૂટક અવર-જવર સિવાય કોઈ ફરકતું નથી. જો કે, લોકડાઉનના કડક અમલ વચ્ચે કેટલાક વિસ્તારો એવા હતા જ્યાં સામાન્ય દિવસોની જેમ જ લોકોની અવર-જવર જણાઈ હતી અને લોકો બિન્દાસ્ત રીતે અવર-જવર કરતા જોઈ શકાતા હતા.દાણીલીમડા રોડ