કોરોનાની મહામારી અને લોકડાઉનની કેદ વચ્ચે મુસ્લિમ બિરાદરોએ ગત ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ)ની ઘરોમાં જ રહી ઉજવણી કરવાની ફરજ પડી હતી. પરંતુ છેલ્લા બે માસ દરમિયાન પરિસ્થિતિમાં સુધારો થતાં અનલોક-૧ અને અનલોક-રમાં છૂટછાટો જાહેર કરવામાં આવી છે. પરિણામે શનિવારના રોજ આવેલી ઈદ-ઉલ-અઝહાના તહેવારની મુસ્લિમ બિરાદરોએ વિવિધ મસ્જિદોમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઈદની નમાઝ અદા કર્યાના સંતોષ સાથે ઉજવણી કરી હતી. જો કે મસ્જિદોમાં મર્યાદિત સંખ્યામાં જ લોકોને પ્રવેશ અપાયો હોવાથી અસંખ્ય લોકો નમાઝ અદા કરી શક્યા ન હતા. પ્રસ્તુત તસવીર અહમદાબાદની ઐતિહાસિક જામા મસ્જિદની છે. જ્યાં દરેક નમાઝી ભાઈઓને થર્મલ ગનથી પ્રવેશ આપ્યા બાદ જ મસ્જિદમાં પ્રવેશ અપાયો હતો અને દરેક નમાઝી વચ્ચે પાંચથી છ ફૂટનું અંતર જાળવી સફ બનાવવામાં આવી હતી. જે તસવીરમાં જોઈ શકાય છે.